About DIET




પ્રાથમિક શિક્ષણની ગુણવત્તા સુધારણા માટે તેમજ પ્રાથમિક શિક્ષણમાં આમૂલ પરિવર્તન લાવવાના હેતુથી ઇ.સ. ૧૯૮૬માં રાષ્ટ્રીય શિક્ષણનીતિ અમલમાં આવી. વર્ષ : ૧૯૯૨-૯૩માં તેમાં થોડા સુધારા વધારા કરવામાં આવ્યા. આ શિક્ષણનીતિમાં શિક્ષણની ગુણવત્તા ઉપર ખૂબ ભાર મૂકવામાં આવ્યો.
શિક્ષણની યોજનાઓનો અમલ રાષ્ટ્ર અને રાજયકક્ષાએથી જિલ્લા કક્ષા સુધી પહોંચે, શિક્ષણનું મધ્યબિંદુ જિલ્લાકક્ષાએ હોય એ હેતુથી નવી શિક્ષણનીતિ દ્રારા દરેક જિલ્લા મથકે જિલ્લા શિક્ષણ અને તાલીમ ભવનોની રચના કરવામાં આવી. પ્રત્યેક જિલ્લામાં જિલ્લા શિક્ષણ અને તાલીમ ભવનો જી.સી.ઇ.આર.ટી., ગાંધીનગરના માર્ગદર્શન અને સૂચના મુજબ કાર્યરત છે.
ડાંગ જિલ્લામાં જિલ્લા શિક્ષણ અને તાલીમ ભવન, વઘઇની સ્થાપના તા.15/05/1989 ના રોજ થયેલ છે. ડાયટ, વઘઇમાં ભૌતિક સુવિધાઓની દ્રષ્ટિએ જોઇએ તો સુંદર મકાન, શાખાદીઠ વિવિધ રૂમો, કોન્ફરન્સ હોલ, પ્રાર્થના હોલ, લાયબ્રેરી, ટી.વી. ,એલ.સી.ડી. ટેપરેર્કોડર કોમ્પ્યુટર લેબ, ફેકસ, સ્માર્ટ કલાસ, વાહન સુવિધા વગેરે સુવિધાઓ ઉપલબ્ધ છે.
જિલ્લા શિક્ષણ અને તાલીમ ભવન, વઘઇનું મકાન પૂરા ગુજરાતમાં અનોખું અને મનને ગમી જાય તેવું આકર્ષક અને અલગ તરી આવે તેવું છે.
;

જિલ્લા શિક્ષણ અને તાલીમ ભવનના મુખ્ય હેતુઓ

૧. જિલ્લા કક્ષાએ પ્રામિક શિક્ષણનું સાર્વત્રિકરણ કરવું.
૨. પ્રાથમિક શિક્ષણની ગુણવત્તા સુધારણા માટે ક્રિયાત્મક સંશોધન હાથ ધરવા.
૩. પ્રાથમિક શાળાના આચાર્યો, શિક્ષકો, પ્રૌઢ શિક્ષણના કેન્દ્ર સંચાલકો, નિરીક્ષકો, આંગણવાડી તથા બાળમંદિરની મુખ્ય સેવિકાઓ વગેરેને તાલીમ પુરી પાડવી.  
૪. પ્રાથમિક શિક્ષકો માટે વિવિધ તાલીમ કાર્યક્રમોનું આયોજન કરવું તથા સ્વનિર્મિત શૈક્ષણિક સાધનો તૈયાર કરવા.
૫. જિલ્લાના સી.આર.સી., બી.આર.સી.ર્કો-ઓર્ડિનેટરશ્રીઓને તાલીમ પુરી પાડવી.  
૬. બી.આર.સી. અને સી.આર.સી. ર્કો-ઓર્ડિનેટરશ્રીઓની શૈક્ષણિક સજજતામાં ઉતરોત્તર વિકાસ કરવો.
જિલ્લા શિક્ષણ અને તાલીમ ભવનના કાર્યો

૧. પ્રાથમિક શિક્ષણની ગુણવત્તા સુધારણા માટે કાર્યક્રમો યોજવા, પ્રાથમિક શિક્ષકોની શૈક્ષણિક અને વ્યવસાયિક સજજતા વધે તેવા પ્રયાસો  કરવા, સેવાકાલીન તાલીમો અને સર્વ શિક્ષા અભિયાન દ્રારા યોજાતા કાર્યક્રમોમાં સહકાર આ૫વો.
૨. પ્રવૃત્તિલક્ષી અને તરંગ ઉલ્લાસમય શિક્ષણ અને શાળા તત્૫રતા જેવા કાર્યક્રમોના અમલીકરણ અંગે તાલીમ અને માર્ગદર્શન આ૫વું.
૩. શિક્ષણ ક્ષેત્રની સમસ્યાઓને ઘ્યાનમાં લઇ પ્રયોગો અને સંશોધનો હાથ ધરવા અને ઉકેલવા.
૪. પ્રાથમિક શિક્ષણનું સાર્વત્રિકરણ કરવું.
૫. શિક્ષકશ્રીઓ, મુખ્ય શિક્ષકશ્રીઓ, સી.આર.સી., બી.આર.સી.ર્કો-ઓર્ડિનેટરશ્રીઓ, નિરીક્ષકશ્રીઓને નવિન અભિગમથી માહિતગાર કરવા.
૬. પ્રાથમિક કક્ષાએ ગણિત, વિજ્ઞાન, કાર્યાનુભવ, કલાશિક્ષણ, યોગ શિક્ષણ જેવા વિષયોની સજજતા વધારવા માટે સેમિનાર, વર્કશો૫ યોજવા.
૭. ડાયેટ લેકચરરશ્રીઓ,આચાર્યશ્રીઓ, શિક્ષકશ્રીઓ, સી.આર.સી., બી.આર.સી.ર્કો-ઓર્ડિનેટરશ્રીઓ, પ્રાથમિક શિક્ષણને લગતી સમસ્યાઓ ૫રત્વે લઘુસંશોધનો, ક્રિયાત્મક સંશોધન હાથ ધરે તેવા પ્રયત્નો કરવા.
૮. ક્ષમતાલક્ષી મૂલ્યાંકન દ્રારા વિદ્યાર્થીઓએ સિઘ્ધ કરેલ ક્ષમતાઓ અને કાચી રહી ગયેલ ક્ષમતાઓને ઓળખીને ઉ૫ચારાત્મક કાર્ય હાથ ધરવા જરૂરી માર્ગદર્શન આ૫વું.
૯. ડાયેટ, સી.આર.સી., બી.આર.સી.ર્કો-ઓર્ડિનેટરશ્રીઓ, નિરીક્ષકશ્રીઓ અને એસ.એસ.એ.એમ.ના સહયોગથી ગુણવત્તા સુધારણા માટેના કાર્યક્રમો હાથ ધરવા, સ્વનિર્મિત સાધનો(TLMઅને TLP) તૈયાર કરવા અને કરાવવા અને શિક્ષણમાં મહત્તમ ઉ૫યોગ થાય તે જોવું.
૧૦. પ્રવૃત્તિલક્ષી શિક્ષણને સફળ બનાવવા મૂલ્યાંકન અને માર્ગદર્શન આ૫વું.
૧૧. સ્થળાંતર કરેલ બાળકો માટે વૈક(લ્૫ક શાળાઓની મુલાકાત લઇ માર્ગદર્શન આ૫વું.
૧૨. વી.ઇ.સી.,એમ.ટી.એ., પી.ટી.એ.ની મુલાકાત લઇ માર્ગદર્શન આ૫વું.
૧૩. અવૈધિક શિક્ષણ માટેના કાર્યક્રમો હાથ ધરવા.
૧૪. લેકચરર્સ (લાયઝન ઓફિસર)દ્રારા સી.આર.સી.કક્ષાની બેઠકોની મુલાકાત લઈ માર્ગદર્શન આ૫વું.
જિલ્લા શિક્ષણ અને તાલીમ ભવનની શાખાઓ

૧. પુર્વ સેવા શિક્ષક પ્રશિક્ષણ (પીએસટીઇ)
2. સેવાકાલીન શિક્ષક ૫્રશિક્ષણ ક્ષેત્રિય આંતરક્રિયા અને નવીનીકરણ (આઇએફઆઇસી)
3. શૈક્ષણિક પ્રાદ્યોગિક (ઇટી)
4. આયોજન અને વ્યવસ્થા૫ન (પી એન્ડ એમ)
5 અભ્યાસક્રમ, સાહિત્ય નિર્માણ અને મૂલ્યાંકન (સીએમડીઇ)
6. જિલ્લા સંશાધન એકમ (ડીઆરયુ)
7. કાર્યનુભવ (ડબલ્યુઇ)

0 comments:

Post a Comment